પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટે કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવારના અન્ય સભ્યો વિષે કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો, તે ઉપરાંત તમારા પોતા વિષે વર્ણન કરો.

ભાઈઓ તથા બહેનો

Do you have any brothers or sisters?શું તમારે કોઈ ભાઈ કે બહેન છે?
Yes, I've got …હા, મારે … છે
a brotherઍક ભાઈ
a sisterઍક બહેન
an elder brotherઍક મોટો ભાઈ
a younger sisterઍક નાની બહેન
two brothersબે ભાઈઓ
two sistersબે બહેનો
one brother and two sistersઍક ભાઈ અને બે બહેનો
No, I'm an only childના, હું ઍક માત્ર બાળક છુ

બાળકો અને પૌત્ર/પૌત્રી

Have you got any kids?તમારે કોઈ બાળક છે?
Do you have any children?શું તમારે કોઈ બાળક છે?
Yes, I've got …હા, મારે … છે
a boy and a girlઍક પુત્ર અને ઍક પુત્રી
a young babyઍક નાનું બાળક
three kidsત્રણ બાળકો
I don't have any childrenમારે કોઈ બાળકો નથી
Do you have any grandchildren?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે?

માતા-પિતા તથા દાદા-દાદી

Where do your parents live?તમારા માતા-પિતા ક્યાં રહે છે?
What do your parents do?તમારા માતા-પિતા શું કરે છે?
What does your father do?તમારા પિતા શું કરે છે?
What does your mother do?તમારી માતા શું કરે છે?
Are your grandparents still alive?શું તમારા દાદા-દાદી હજુ જીવીત છે?
Where do they live?તેઓ ક્યાં રહે છે?

સંબંધો

Do you have a boyfriend?શું તમારે કોઈ પુરુષમીત્ર છે?
Do you have a girlfriend?શું તમારે કોઈ સ્ત્રીમીત્ર છે?
Are you married?શું તમે પરણીત છો?
Are you single?શું તમે ઍકલા છો?
Are you seeing anyone?શું તમે કોઈની જોડે છો?
I'm …હું … છુ
singleઍકલો/એકલી
engagedસગાઈ થયેલ
marriedપરણીત છુ
divorcedછૂટા-છેડા લીધેલ
separatedજુદો/જુદી થયેલ
a widowવિધવા
a widowerવિધુર
I'm seeing someoneહું કોઈની સાથે છુ

પાળતૂ પ્રાણીઓ

Have you got any pets?શું તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
I've got …મારી પાસે … છે
a dog and two catsઍક કુતરૂ અને બે બિલાડી
a Labradorઍક લૅબ્રાડૉર

નામ તથા ઉંમર પુછવી

What's his name?તેનુ નામ શું છે?
He's called …તેનું નામ … છે
Tomટૉમ
What's her name?તેણીનું નામ શું છે?
She's called …તેણીનું નામ … છે
Maryમેરી
What are their names?તેઓના નામ શું છે?
They're called …તેઓના નામ … છે
Neil and Annaનીલ અને આના
How old is he?તે કેટલા વર્ષનો છે?
He's …તે … છે
twelveબાર વર્ષનો
How old is she?તેણી કેટલા વર્ષની છે?
She's …તેણી …ની છે
fifteenપંદર વર્ષ
How old are they?તેઓ કેટલા વર્ષના છે?
They're …તેઓ … વર્ષના છે
six and eightછ અને આઠ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.