બૅંકમાં

જ્યારે તમે બૅંક જવાના હોવ કે કૅશ મશીન નો ઉપયોગ કરવાના હોવ ત્યારે આ કેટલાક અંગ્રેજી વાક્યો નો તમારે ઉપયોગ કરવો પડશે.

વ્યવહારો કરવા

I'd like to withdraw £100, please મહેરબાની કરીને, હું £100 ઉપાડવા માગુ છુ
I want to make a withdrawal હું પૈસા ઉપાડવા માગુ છુ
how would you like the money? તમને પૈસા કેવી રીતે જોઈશે?
in tens, please (ten pound notes) મહેરબાની કરીને, દસ ની નોટ
could you give me some smaller notes? શુ તમે મને થોડી નાની નોટ આપશો ?
I'd like to pay this in, please મહેરબાની કરીને,હું આ ભરવા માગુ છુ
I'd like to pay this cheque in, please મહેરબાની કરીને, હું આ ચેક ભરવા માગુ છુ
how many days will it take for the cheque to clear? આ ચેક પાસ થતા કેટલા દિવસ લાગશે?
have you got any …? શુ તમારી પાસે કોઈ … છે?
identification ઓળખપત્ર
ID (identification નું સંક્ષિપ્ત) આઈ.ડી
I've got my … મારી પાસે … છે
passport મારો પાસપોર્ટ
driving licence મારૂ ડ્રાઇવિંગ લાઇસેન્સ
ID card ઓળખપત્ર
your account's overdrawn તમારુ ખાતુ વધારે ઉપાડ દેખાડે છે
I'd like to transfer some money to this account હું આ ખાતામા થોડા પૈસા ભરવા માગુ છુ
could you transfer £1000 from my current account to my deposit account? શુ તમે મારા ચાલુ ખાતા માથી £1000 મારા બચત ખાતા મા નાખી શકશો?

બીજી સેવાઓ

I'd like to open an account મારે ખાતુ ખોલાવવુ છે
I'd like to open a personal account મારે ઍક પોતાનુ ખાતુ ખોલાવવુ છે
I'd like to open a business account મારે ઍક ધંધાનુ ખાતુ ખોલાવવુ છે
could you tell me my balance, please? મહેરબાની કરીને, મને જૅમા રકમ કહેશો?
could I have a statement, please? મહેરબાની કરીને, મને સ્ટેટ્મેંટ મળશે?
I'd like to change some money મારે થોડા પૈસા બદલવા છે
I'd like to order some foreign currency મારે થોડી વિદેશી હુંડિયામણ જોઈશે
what's the exchange rate for euros? યૂરો માટેનો ઍક્સચેંજ ભાવ શુ છે?
I'd like some … મારે થોડા … જોઈઍ છે
euros યૂરો
US dollars અમેરિકન ડૉલર
could I order a new chequebook, please? મહેરબાની કરીને, શુ હું ઍક નવી ચેક બુક ની અરજી કરી શકુ?
I'd like to cancel a cheque હું ચેક કેન્સલ કરાવવા માગું છું
I'd like to cancel this standing order હું આ સ્ટૅંડિંગ ઑર્ડર રદ્દ કરવા માગુ છુ

અન્ય ઉપયોગી શબ્દસમૂહો

where's the nearest cash machine? સૌથી નજીકનું કેશ મશીન ક્યાં છે?
what's the interest rate on this account? આ ખાતા પર વ્યાજ નો દર શુ છે?
what's the current interest rate for personal loans? વ્યક્તિગત લોન માટેનો ચાલુ વ્યાજદર શુ છે?
I've lost my bank card મે મારૂ બૅંક કાર્ડ ખોઇ નાખ્યુ છે
I want to report a … મારે … બાબતે નોંધ કરાવવી છે
lost credit card ખોવાયેલા ક્રેડિટ કાર્ડ
stolen credit card ચોરાયેલ ક્રેડિટ કાર્ડ
we've got a joint account અમારૂ સહિયારૂ ખાતુ છે
I'd like to tell you about a change of address હું મારા ઘરના સરનામા બદલવા બાબત વાત કરવા માગુ છુ
I've forgotten my Internet banking password હું મારા ઇન્ટરનેટ બેંકિગનો પાસવર્ડ ભૂલી ગયો/ગઇ છું
I've forgotten the PIN number for my card હું મારા કાર્ડનો PIN નંબર ભૂલી ગયો/ગઇ છું
I'll have a new one sent out to you હું તમને નવું મોકલી આપીશ
could I make an appointment to see …? શુ હું …ને મળવા માટેનો સમય લઈ શકુ?
the manager મૅનેજર
a financial advisor પૈસાના સલાહકાર
I'd like to speak to someone about a mortgage હું કોઈની સાથે ગીરવે મૂકવા બાબત વાત કરવા માગુ છુ

કૅશ મશીન નો ઉપયોગ કરવો

Insert your card તમારુ કાર્ડ નાખો
Enter your PIN તમારો PIN નાખો
Incorrect PIN ખોટો PIN
Enter નાખો
Correct સાચો
Cancel રદ્દ
Withdraw cash પૈસા ઉપાડવા
Other amount બીજી રકમ
Please wait મહેરબાની કરીને, રાહ જુઓ
Your cash is being counted તમારી રોકડ ગણાઇ રહી છે
Insufficient funds અપૂરતા પૈસા
Balance જમા
On screen સ્ક્રીન ઉપર
Printed છાપેલુ
Another service? બીજી કોઈ સેવા?
Would you like a receipt? શુ તમને રસીદ જોઈશે?
Remove card કાર્ડ કાઢો
Quit છોડી દો
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play