રુચિઓ

અહિયાં કેટલાક વાક્યો છે જે શોખ તથા રુચિ વિશે વાત કરતી વખતે ઉપયોગ કરી શકાય છે.

તમને ગમતી બાબતો વીશે વાત કરવી

what do you like doing in your spare time? તમને તમારા ફુરસદના સમયમાં શું કરવુ ગમે છે?
I like … મને … ગમે છે
watching TV ટી. વી જોવુ
listening to music સંગીત સાંભળવુ
walking ચાલવા જાવુ
jogging દોડવા જાવુ
I quite like … મને … ગમે છે
cooking રાંધવુ
playing chess ચેસ રમવુ
yoga યોગા કરવા
I really like … મને … ખરેખર ગમે છે
swimming તરવુ
dancing નૃત્ય કરવુ
I love … મને … ખુબ ગમે છે
the theatre નાટક
the cinema પિક્ચર
going out બહાર જવુ
clubbing ક્લબમાં જવુ
I enjoy travelling મને પ્રવાસ કરવો ગમે છે

તમને ના ગમતી બાબતો વિશે વાત કરવી

I don't like … મને … નથી ગમતા
pubs પબ
noisy bars ઘોંઘાટિયા બાર
nightclubs નાઇટક્લબ
I hate … … થી મને નફરત છે
shopping ખરીદી કરવા
I can't stand … હું … સહન કરી શક્તો/શક્તી નથી
football ફુટબૉલ

રૂચિઓ વીષે વાત કરવાના બીજા રસ્તા

I'm interested in … મને …માં રસ છે
photography ફોટોગ્રાફી
history ઇતીહાસ
languages ભાષાઓ
I read a lot હું ખૂબ વાંચન કરૂ છુ
have you read any good books lately? તમે તાજેતરમાં કોઈ સારુ પુસ્તક વાંચ્યુ છે?
have you seen any good films recently? તમે તાજેતરમાં કોઈ સારુ પિક્ચર જોયુ છે?

રમત-ગમત

do you play any sports? શું તમે કોઈ રમત રમો છો?
yes, I play … હા, હું … રમુ છુ
football ફુટબૉલ
tennis ટેનિસ
golf ગોલ્ફ
I'm a member of a gym હું વ્યાયામશાળાનો સભ્ય છુ
no, I'm not particularly sporty ના, હું રમતોમાં કોઈ ખાસ રૂચિ ધરાવતો/ધરાવતી નથી
I like watching football મને ફુટબૉલ જોવો ગમે છે
which team do you support? તમે કાઇ ટીમને ટેકો આપો છો?
I support … હું …ને ટેકો આપુ છુ
Manchester United મૅનચેસ્ટર યુનાઇટેડ
Chelsea ચેલ્સી
I'm not interested in football મને ફુટબૉલમાં રૂચિ નથી

સંગીત

do you play any instruments? શું તમે કોઈ વાધ્ય વગાડો છો?
yes, I play … હા, હું … વગાડુ છુ
the guitar ગિટાર
yes, I've played the piano for … years હા, મેં … વર્ષ પિયાનો વગડ્યો છે
five પાંચ
I'm learning to play … હું … વગાડવાનું શીખી રહ્યો/રહી છું
the violin વાયોલિન
I'm in a band હું ઍક બેન્ડમાં છુ
I sing in a choir હું ગાયકગણમાં ગાઉ છુ
what sort of music do you like? તમને કયા પ્રકારનું સંગીત ગમે છે?
what sort of music do you listen to? તમે કયા પ્રકારનુ સંગીત સાંભળો છો?
pop પોપ
rock રોક
dance નૃત્ય
classical શાસ્ત્રીય
anything, really કાઇ પણ, ખરેખર
lots of different stuff ઘણુ અલગ-અલગ સંગીત
have you got any favourite bands? શું તમને કોઈ ખાસ બેન્ડ ગમે છે?
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો