ગોપનીયતાની નીતિ

તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે. આ ગોપનીયતાની નીતિ વર્ણવે છે કે તમે જ્યારે Speak Languages ની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનોઉપયોગ કરો છો ત્યારે અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી

જ્યારે તમે અમારી વેબસાઇટ અને એપ્લિકેશનની મુલાકાત લો છો, ત્યારે અમે આ મુજબની માહિતી એકત્રિત કરીએ છીએ કે તમે ક્યાંં પૃષ્ઠોની મુલાકાત લો છો, ક્યાં બ્રાઉઝર અને ઉપકરણ વાપરો છો, અને તમારું IP સરનામું શું છે.

જો તમે અમારી સાઇટમાં એક સભ્ય તરીકે રજીસ્ટર થાવ, તો અમે અમુક ચોક્કસ વ્યક્તિગત માહિતીનો પણ સંગ્રહ કરી શકીએ છીએ જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું, જન્મ તારીખ, અને તમે આપો તેવી અન્ય માહિતી જેમ કે તમે કઈ ભાષાઓ બોલો છો અથવા શીખી રહ્યાં છો.

અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ

અમે એકત્રિત કરીએ છે તે માહિતીનો ઉપયોગ અમે તમને વ્યક્તિગત સેવાઓ આપવા, તેમજ અમે આપીએ છીએ તે સેવાઓ ઉપર દેખરેખ રાખવા અને તેને સુધારવા માટે કરીએ છીએ.

જો તમે Speak Languages વિશે સમાચાર મેળવવાનું પસંદ કરેલ હોય, તો અમે સમયાંતરે ઇમેઇલ દ્વારા પણ તમને સમાચાર મોકલી શકીએ છીએ. તમે તમારા એકાઉન્ટ સેટિંગ્સ પૃષ્ઠ પર જઈને કોઈપણ સમયે તમારી ઇમેઇલ પસંદગીઓ બદલી શકો છો.

અમે તૃતીય પક્ષોને વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી કોઈપણ માહિતી પૂરી પાડતા નથી.

કૂકીઝ

મોટા ભાગની વેબસાઇટની જેમ Speak Languages ની વેબસાઇટ પણ કૂકીઝ ઉપયોગ કરે છે. આ તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણ પર સેવ કરવામાં આવતી નાની ટેક્સ્ટ ફાઈલ હોય છે જે અમને સેવાઓ વ્યક્તિગત કરવા માટે મદદ કરે છે જે તમે અમારી સાઈટ પર થી મેળવો છો. જો તમે ઈચ્છો કે અમે આ કૂકીઝ સ્ટોર ન કરીએ, તો તમે તમારા બ્રાઉઝરમાં યોગ્ય સેટિંગ્સ બદલીને કૂકીઝ અક્ષમ કરી શકો છો.

જાહેરાત પ્રદર્શિત કરવા અને ટ્રાફિકનું વિશ્લેષણ કરવા માટે અમારી વેબસાઇટ Google દ્વારા પૂરી પાડવામાં આવતી અમુક ચોક્કસ સેવાઓનો ઉપયોગ કરે છે. Google સહિતના તૃતીય પક્ષો, અમારી વેબસાઇટ પર વપરાશકર્તાઓની અગાઉની મુલાકાતોને આધારે જાહેરાતો આપવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. DoubleClick કૂકીનો Google નો ઉપયોગ તેને અને તેના ભાગીદારોને, અમારા વપરાશકર્તાઓ લીધેલી અમારી સાઇટની અને/અથવા ઇન્ટરનેટ પર અન્ય સાઇટની મુલાકાતના આધારે તેમના માટે જાહેરાતો આપવા માટે સક્રિય બનાવે છે. તમે રુચિ-આધારિત જાહેરાતો માટે, જાહેરાત સેટિંગ્સ ની મુલાકાત લઈને DoubleClick કૂકીનો ઉપયોગ નાપસંદ પણ કરી શકો છો.