અહિયા તમને કેટલાક પ્રાથમિક દાનિશ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.
| Vær venlig at… | મેહરબાની કરીને |
| Tak | આભાર (વિનંતીના અંતે ઉપયોગમાં લેવાતી વખતે "કૃપા કરીને" નો અર્થ પણ હોઈ શકે છે) |
| Mange tak | તમારો ખૂબ આભાર |
નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:
| Selv tak અથવા Værsgo | તમારુ સ્વાગત છે |
| Det var så lidt | તેનો ઉલ્લેખ ન કરો (શાબ્દિક: તે ખૂબ ઓછું હતું) |
| Slet ikke | ક્યારેય નહી |
નમસ્તે તથા આવજો
લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:
| Hej અથવા Hejsa | કેમ છો? (અનૌપચારિક) |
| Goddag | કેમ છો? (શાબ્દિક: "શુભ દિવસ"; સવારથી સાંજના 5 વાગ્યા સુધી કોઈપણ સમયે ઉપયોગ કરી શકાય છે) |
| Godmorgen | સુપ્રભાત (લગભગ 10am સુધી વપરાય છે) |
| God eftermiddag | શુભ બપોર (બપોરથી સાંજે 5 વાગ્યા સુધી વપરાય છે) |
| Godaften | શુભ સંધ્યા (સાંજે 5 વાગ્યાથી ઉપયોગમાં લેવાય છે) |
બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:
| Hej hej | આવજો (અનૌપચારિક) |
| Farvel | આવજો |
| |
| Godnat | શુભ રાત્રી |
| Vi ses! | ફરી મળીશુ! |
| Vi ses snart! | જલ્દી ફરી મળીશુ! |
| Vi ses senere! | ફરી ક્યારેક મળીશુ! |
| Hav en god dag! | તમારો દિવસ શુભ રહે! |
| Hav en god weekend! | તમારો સપ્તાહનો અંત શુભ રહે! |
કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
| Undskyld mig | માફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે) |
| Undskyld | માફ કરશો |
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:
| Ikke noget problem | કાંઈ વાંધો નથી |
| Det er ok | બરાબર છે |
| Det skal du ikke tænke på | ઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી |
તમારી જાતને સમજાવવી
| Taler du dansk? | શું તમે ડેનિશ બોલો છો? |
| Jeg taler ikke dansk | હું ડેનિશ બોલતો નથી |
| Jeg taler ikke meget dansk | હું બહુ ડેનિશ બોલતો નથી |
| Jeg taler lidt dansk | હું થોડું ડેનિશ બોલું છું |
| Jeg taler kun meget lidt dansk | હું બહુ ઓછી ડેનિશ બોલું છું |
| Vær venlig at tale langsommere | થોડુ ધીમે બોલવા વિનંતી |
| Vær venlig at skrive det ned | મેહરબાની કરીને તે લખો |
| Kunne du gentage det? | મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો? |
| Jeg forstår | મને સમજાય ગયુ |
| Jeg forstår ikke | મને સમજાતુ નથી |
બીજા પ્રાથમિક વાક્યો
| Det ved jeg | મને ખબર છે |
| Det ved jeg ikke | મને ખબર નથી |
| Undskyld mig, hvor er toilettet? | માફ કરશો,શૌચાલય ક્યા છે? |
ચીજો જે તમે જુઓ છો.
| Indgang | પ્રવેશ |
| Udgang | નિકાસ |
| Nødudgang | આપાતકાલીન નિકાસ |
| Toiletter | શૌચાલય |
| WC | શૌચાલય |
| Herrer | પુરૂષ |
| Damer | સ્ત્રી |
| Fri | ખાલી |
| Optaget | વપરાશમા |
| I stykker | ખરાબ / બગડેલુ |
| Rygning forbudt | ધુમ્રપાન નિષેધ |
| Privat | ખાનગી |
| Ingen adgang | પ્રવેશ નિષેધ |