ઉપયોગની શરતો

પરિચય

Speak Languages વેબસાઇટ અને એપ્લિકેશનો ઉપયોગ નીચેની શરતોને આધીન રહેશે.

Speak Languages આ શરતો મા સમયાંતરે સુધારો કરી શકે છે. કોઈ પણ સુધારો જે દિવસે તેને સાઇટ ઉપર પોસ્ટ કરવામા આવે તે દિવસ થી લાગુ પડે છે, જેથી કૃપા કરીને આ પાનુ નિયમિત રીતે જોતા રહો.

સભ્યપદ

Speak Languages નુ સભ્યપદ તેર વર્ષ અને તેથી ઉપરના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે

તમારુ ખાતુ બનાવતી વખતે તથા તેની સંભાળ રાખતી વખતે તમે ચોક્કસ માહિતી આપવા માટે બંધાયેલા છો. બીજા વ્યક્તિ ને છેતરવુ અથવા પોતાની ઓળખાણ છુપાવવી બાંધિત છે.

તમે તમારી ખાતાકીય માહિતી સુરક્ષિત રાખવા માટે જવાબદાર છો, તથા તમારા ખાતા હેઠળ થતી કોઈ પણ પ્રવૃતિ માટે જવાબદાર છો. તમારુ ખાતુ બીજા કોઈ જોડે વહેચશો નહી.

તમે તમારુ ખાતુ વેચી અથવા બીજા કોઈ ના નામે બદલી શકો નહી.

Speak Languages ને તમારુ ખાતુ બંધ કરવા તથા કોઈ પણ પ્રકારની આગોતરી સૂચના ના આપવાનો હક છે. જો તમારુ ખાતુ બંધ અથવા રદ કરવામા આવ્યુ હોય, તો તમારા ખાતા સાથે જોડાયેલ કોઈ પણ માહિતી Speak Languages કાઢી નાખી શકે છે. અમે આ પ્રકારના માહિતી ના વ્યય માટે કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારતા નથી.

અંગત માહિતીઓ

વેબસાઇટ ચલાવવા માટે અમે અમારા વપરાશકર્તાઓની વિવિધ માહિતી ભેગી કરીએ છીએ. અમે કઈ માહિતી ભેગી કરીએ છે, તથા તેનો શુંં ઉપયોગ કરીએ છીએ, તે જાણવા માટે અમારી ગોપનીયતા નીતિ વાંચો, જો તમે અમારી સાઇટનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે તેની પરવાનગી આપવાની જરૂર રહે છે.

સ્વીકાર્ય ઉપયોગ

Speak Languages નો ઉદ્દેશ ભાષા શિખનારાઓ ને શીખવા તથા મળવા માટે ઍક સુખદ તથા આનંદમય વાતાવરણ પુરુ પાડવાનો છે. આ સાઇટ્સ નો કોઈ પણ પ્રકારનો અસામાજીક તથા ગેરકાયદેસર ઉપયોગ સહન કરવામા નહી આવે, તથા તમારુ ખાતુ કોઈ પણ પ્રકારની આગોતરી સુચના સિવાય બંધ કરવામા આવશે.

ખાસ કરીને, તમે આની જોડે સંમત થયા નથી:

  • કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક ઉત્પાદન, સેવા, મહોત્સવ અથવા વેબસાઇટ ની જાહેરાત કરો.
  • સ્પામ, સળંગ પત્રો અથવા કોઈ પણ ઍવા સંદેશાઓ મોકલો કે જે મેળવનાર ને માનસિક અશાંતિ અથવા તણાવ આપે
  • અમારા વપરાશકર્તા વિશે કોઈપણ માહિતી ભેગી કરો અથવા તેમના દ્વારા પોસ્ટ કરવામા આવેલી માહિતી ભેગી કરો
  • અઢાર વર્ષની ઉંમરથી નીચેની કોઈ પણ વ્યક્તિ પાસેથી અંગત માહિતી માંગો
  • અશ્લીલ, હિંસક અથવા સામાન્ય સંજોગો મા વાંધાજનક હોય તેવી માહિતી પોસ્ટ કરો
  • જેના તમને કૉપીરાઇટ ના અધિકાર હોય અથવા જેના તમે પોતે કૉપીરાઇટ ધરાવતા હોવ તેવી જ માહિતી પોસ્ટ કરો
  • ઍવુ સાહિત્ય પોસ્ટ કરો કે જે બદનક્ષીભર્યુ હોય, તથા બીજા વ્યક્તિ ના વિવિધ અધિકારો નો ભંગ કરતુ હોય, જેમા માહિતી ની ગુપ્તતા નો અધિકાર પણ શામેલ હોય
  • તમારા સહિત કોઈ પણ વ્યક્તિના ફોન નંબર, ઈમેલ અડ્રેસ અથવા શેરી નુ અડ્રેસ પોસ્ટ કરો
  • અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ઑટોમેટેડ સ્ક્રીપ્ટ અથવા સૉફ્ટવેરનો ઉપયોગ કરો
  • અમારી સેવાઓનો ઉપયોગ એ રીતે કરો કે જે તેમના પર વધુ પડતો ભાર મૂકે અથવા કોઇપણ રીતે તેમનું કાર્ય સરળ બનાવે

આ શરતોનું અનુપાલન થાય તેની ખાતરી કરવા માટે Speak Languages સેવાઓના ઉપયોગ પર દેખરેખ રાખી શકે છે.

કોઇપણ શંકાસ્પદ ગેરકાનૂની કાર્યવાહીનો અહેવાલ વ્યાજબી સત્તાધિકારીઓને આપવામાં આવશે.

વિષયવસ્તુની માલિકી

Speak Languages વેબસાઇટ અથવા એપ્લિકેશનનું સાહિત્ય, નીચે દર્શાવ્યા મુજબ ઉપભોગકર્તાઓ દ્વારા સુપરત કરવામાં આવતા સાહિત્યને બાદ કરતાં, બાકીનું સાહિત્ય Speak Languages ની માલિકીનું છે અને કોપીરાઇટ કાયદા દ્વારા રક્ષિત છે. આમાં અમારા ઉત્પદન અને સેવાઓના ભાગરૂપે પ્રકાશિત થતા તમામ સાહિત્ય, ચિત્રો, ઑડિઓ ક્લિપ્સ, અને કોડનો સમાવેશ થાય છે.

અમારા ઉપભોક્તા અમારી સાઇટના પાના પ્રિન્ટ કરે તે માટે અમે એ શરતે રાજી છીએ કે તે માત્ર બિન-વ્યાપારિક ઉપયોગ માટે જ છે, અને પ્રિન્ટ કરેલા દરેક પાના પર વેબ એડ્રેસનો સમાવેશ થતો હોય.

જો તમે અમારી વિષયવસ્તુનું પુનરુત્પાદન અથવા પુનરુપયોગ કોઇ અન્ય હેતુસર કરવા માગતા હો તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે તમારી વિનંતીને ધ્યાનમાં લઇશું.

Speak Languages ની વેબસાઇટ અને અપ્લિકેશનમાં, ઉપભોક્તાઓ માટે સહિત્યમાં ફાળો આપવાની તકો રહેલી છે, દાખલા તરીકે વ્યક્તિગત પ્રોફાઇલ બનાવવી. તમે જે સાહિત્ય સુપરત કરો તેનો કોપીરાઇટ તમે ધરાવતા રહેશો. જો કે, આવુ સાહિત્ય સુપરત કરીને, તમે અમને તમારી વિષયવસ્તુને કોઇપણ માધ્યમમાં સુધારવાનું, વાપરવાનું અને વિશ્વભરમાંપ્રકાશિત કરવાનું, શાશ્વત, અટલ, નોન- એક્સક્લુઝિવ લાઇસેંસ આપો છો.

ક્રિયાત્મક કે સંપાદકીય કારણોસર તમે સુપરત કરેલ કોઇપણ સાહિત્યને અથવા તમે અમારી સેવાઓ પરથી મોકલેલા સંદેશાને દૂર કરવાનો કે સુધારવાનો અધિકાર અમે ધરાવીએ છીએ.

અમે અમારા કોપીરાઇટ્સ્નું માન જળવાય તેમ ઇચ્છીએ છીએ તેમ અન્યના અધિકારોનું પણ સન્માન કરીએ છીએ. જો તમે માનતા હો કે તમારી બૌદ્ધિક મિલકતનું કોઇ રીતે ઉલ્લંઘન થયું છે તો કૃપા કરી અમારો સંપર્ક કરો અને અમે તમારી ફરિયાદ દૂર કરવા માટે અમારાથી બનતા પ્રયત્નો કરીશું.

કોમ્યુનિકેશન્સ

Speak Languages સમયાંતરે તમને ઈમેઈલ દ્વારા તમારા ખાતાંને લગતા કે અમારી સેવાઓને સંબંધિત માહિતીને લગતા સંદેશાઓ મોકલી શકે છે. Speak Languages પર સાઇન અપ કરીને તમે આવા સંદેશાઓ મેળવવા પર સંમતિ આપો છો.

અમે તમારી વિગતો ત્રીજા પક્ષો સાથે વહેંચીશું નહીં, સિવાય કે તેવું કાયદા દ્વારા કરવાની જરૂર હોય, ઉદાહરણ તરીકે કાયદાનો અમલ થાય તે હેતુસર.

ડિસક્લેમર

જો તમે અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરો, તો તે તમારા પોતાના જોખમ પર હશે. અમારી સેવાઓ "જેમ છે" અને "જેમ ઉપલબ્ધ" છે તે રીતે પૂરી પાડવામાં આવે છે. અમે તેમની કોઇ ચોક્કસ હેતુ માટેની યોગ્યતા, કે કોઇ સાહિત્યની સચોટતા માટે કોઇ દાવો કરતા નથી.