અહિયા તમને કેટલાક પ્રાથમિક સ્વીડિશ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.
Tack | આભાર (વિનંતીના અંતે ઉપયોગમાં લેવાતી વખતે "કૃપા કરીને" નો અર્થ પણ હોઈ શકે છે) |
Tack så mycket | તમારો ખૂબ આભાર |
નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:
Var så god | તમારુ સ્વાગત છે |
Det var så lite | તેનો ઉલ્લેખ ન કરો (શાબ્દિક: તે ખૂબ ઓછું હતું) |
Ingen orsak | ક્યારેય નહી |
નમસ્તે તથા આવજો
લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:
Hejsan | કેમ છો? (અનૌપચારિક) |
hej અથવા hej hej | કેમ છો? |
God dag | કેમ છો? (શાબ્દિક: "શુભ દિવસ"; સવારથી સાંજના 5 વાગ્યા સુધી કોઈપણ સમયે ઉપયોગ કરી શકાય છે) |
God morgon | સુપ્રભાત (લગભગ 11am સુધી વપરાય છે) |
God förmiddag | સુપ્રભાત (લગભગ 11am થી બપોર સુધી વપરાય છે) |
God middag | શુભ બપોર (બપોરની આસપાસ વપરાય છે) |
God eftermiddag | શુભ બપોર (બપોરથી સાંજે 5 વાગ્યા સુધી વપરાય છે) |
God kväll | શુભ સંધ્યા (સાંજે 5 વાગ્યાથી ઉપયોગમાં લેવાય છે) |
બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:
hej અથવા hej hej | આવજો |
Hejdå | આવજો |
Adjö | આવજો |
Godnatt | શુભ રાત્રી |
Vi ses! | ફરી મળીશુ! |
Vi ses snart! | જલ્દી ફરી મળીશુ! |
Vi ses senare! | ફરી ક્યારેક મળીશુ! |
Ha en trevlig dag! | તમારો દિવસ શુભ રહે! |
Ha en bra dag! | તમારો દિવસ સરસ રહે! |
Trevlig helg! | તમારો સપ્તાહનો અંત શુભ રહે! |
કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
Ursäkta mig | માફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે) |
ursäkta અથવા Förlåt | માફ કરશો |
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:
Inga problem | કાંઈ વાંધો નથી |
Det är ok | બરાબર છે |
Det gör inget અથવા Ingen fara | ઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી |
તમારી જાતને સમજાવવી
Talar du svenska? | શું તમે સ્વીડિશ બોલો છો? |
Talar du engelska? | તમને અંગ્રેજી બોલતા આવડે છે? |
Jag pratar inte svenska | હું સ્વીડિશ બોલતો નથી |
Jag pratar lite svenska | હું થોડી સ્વીડિશ બોલું છું |
Jag pratar väldigt lite svenska | હું બહુ ઓછી સ્વીડિશ બોલું છું |
Var snäll och tala långsammare | થોડુ ધીમે બોલવા વિનંતી |
Var snäll och skriv ner det | મેહરબાની કરીને તે લખો |
Kan du vara snäll och upprepa det? | મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો? |
Jag förstår | મને સમજાય ગયુ |
Jag förstår inte | મને સમજાતુ નથી |
બીજા પ્રાથમિક વાક્યો
Jag vet | મને ખબર છે |
Jag vet inte | મને ખબર નથી |
Ursäkta mig, var är toaletten? | માફ કરશો,શૌચાલય ક્યા છે? |
ચીજો જે તમે જુઓ છો.
Ingång | પ્રવેશ |
Utgång | નિકાસ |
Nödutgång | આપાતકાલીન નિકાસ |
Tryck | ધક્કો મારવો |
Drag | ખેંચો |
Toalett | શૌચાલય |
WC | શૌચાલય |
Herrar | પુરૂષ |
Damer | સ્ત્રી |
Ledig | ખાલી |
Upptagen | વપરાશમા |
Ur function | ખરાબ / બગડેલુ |
Rökning förbjuden | ધુમ્રપાન નિષેધ |
Privat | ખાનગી |
Ingen ingång | પ્રવેશ નિષેધ |