આ વિભાગના શબ્દસમૂહોનો સામાન્ય રીતે ટેલિફોનની વાતચીતોમાં, નિર્દેશિકાની પૂછપરછ કરવા ફોન કરતી વખતે અને જ્યારે મોબાઇલ વાપરી રહ્યા હો ત્યારે ઉપયોગ થાય છે.
ફોન કરવો તથા ઉપાડવો
| hello! | હેલો!! |
| John speaking | જૉન બોલુ છુ |
| it's Maria here | મરીયા બોલુ છુ |
| could I speak to …, please? | મહેરબાની કરીને, હું … સાથે વાત કરી શકુ છુ? |
| Bill | બિલ |
| speaking! | બોલી રહ્યો છુ! |
| who's calling? | કોણ બોલે છે? |
| could I ask who's calling? | શુ હું પૂછી શકુ કોણ બોલે છે? |
| where are you calling from? | તમે ક્યાથી બોલો છો? |
| what company are you calling from? | તમે કઈ કંપનીમાથી બોલી રહ્યા છો? |
| how do you spell that? | તમે તેની જોડણી કેવી રીતે કરશો? |
| do you know what extension he's on? | તમને ખબર છે,તે કયા નંબર ઉપર છે? |
| one moment, please | મહેરબાની કરીને, એક મિનિટ |
| hold the line, please | મહેરબાની કરીને, ચાલુ રાખશો |
| I'll put him on | હું તેમને લાઇન આપુ છુ |
| I'll put her on | હું તેણીને લાઇન આપુ છુ |
| I'm sorry, he's … | માફ કરશો, તેઓ … |
| not available at the moment | હમણા મળી શકે તેમ નથી |
| in a meeting | મીટિંગમા છે |
| I'm sorry, she's … | માફ કરશો, તેણી … |
| on another call | બીજા ફોન ઉપર છે |
| not in at the moment | હાલમા અહિયા નથી |
| would you like to leave a message? | શુ તમે કોઈ સંદેશો મૂકવા માગો છો? |
| could you ask him to call me? | શુ તમે તેમને મને ફોન કરવા કહેશો? |
| could you ask her to call me? | શુ તમે તેણીની ને મને ફોન કરવા કહેશો? |
| can I take your number? | શુ હું તમારો નંબર લઈ શકુ? |
| what's your number? | તમારો નંબર શુ છે? |
| could I take your name and number, please? | મહેરબાની કરીને,શુ હું તમારુ નામ તથા નંબર લઈ શકુ? |
| I'll call back later | હું પછીથી ફોન કરીશ |
| is it convenient to talk at the moment? | શુ હમણા વાત કરવુ યોગ્ય છે? |
| can I call you back? | શુ હું તમને પાછો ફોન કરી શકુ? |
| please call back later | મહેરબાની કરીને,પછી ફોન કરો |
| thanks for calling | ફોન કરવા બદલ આભાર |
| how do I get an outside line? | બહાર ફોન કરવા માટે લાઇન કેવી રીતે મળશે? |
| have you got a telephone directory? | શુ તમારી પાસે ફોન ડાઇરેક્ટરી છે? |
| can I use your phone? | શુ હું તમારો ફોન વાપરી શકુ? |
જો તમને ના ગમતો ફોન આવે ત્યારે અહી આપેલા વાક્યો કામ લાગશે:
| I'm sorry, I'm not interested | માફ કરશો,મને રસ નથી |
| sorry, I'm busy at the moment | માફ કરશો, હુ હમણા કામમા છુ |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 60 નું 61 | |
|
➔
નોકરી માટે અરજી કરવી |
પત્રો તથા ઈ-મેઈલ લખવા
➔ |
તકલીફો
| I can't get a dialling tone | મને ડાઇયલિંગ ટોન મળતો નથી |
| the line's engaged | લાઈન વ્યસ્ત છે |
| I can't get through at the moment | મારાથી અત્યારે ફોન લાગતો નથી |
| I'm only getting an answering machine | મને ફક્ત રેકૉર્ડ કરેલો અવાજ સંભળાય છે |
| sorry, you must have the wrong number | માફ કરશો,લાજ છે કે તમે ખોટો નંબર લગાડ્યો છે |
| can you hear me OK? | તમે મને બરાબર સાંભળી શકો છો? |
| I can't hear you very well | હું તમને બરાબર સાંભળી શકતો નથી |
| it's a bad line | લાઇન ખરાબ છે |
| could you please repeat that? | શુ તમે તે ફરીથી બોલશો? |
| I've been cut off | મારી લાઇન કટ થઈ ગઈ |
ડાઇરેક્ટરી ની તપાસ
| do you know the number for …? | શું તમને … માટે નંબર ખબર છે? |
| directory enquiries | ડાઇરેક્ટરી પૂછ-પરછ |
| international directory enquiries | આંતરરાષ્ટ્રીય ડાઇરેક્ટરી પૂછ-પરછ |
| could you tell me the number for …? | શું તમે મને …નો નંબર કહી શકશો? |
| the National Gallery | રાષ્ટ્રીય ગૅલરી |
| do you know the address? | શું તમને સરનામુ ખબર છે? |
| I'm afraid that number's ex-directory | મને લાગે છે કે તે જૂની ડાઇરેક્ટરીનો નંબર છે |
| could you tell me the dialing code for …? | શું તમે મને …નો કોડ કહી શકશો? |
| Manchester | માન્ચેસ્ટર |
મોબાઇલ ફોન
| my battery's about to run out | મારી બૅટરી પુરી થવામા છે |
| I need to charge up my phone | મારે મારો ફોન ચાર્જ કરવો પડશે |
| I'm about to run out of credit | મારી ક્રેડિટ પુરી થવામા છે |
| sorry, I ran out of credit | માફ કરશો, મારી ક્રેડિટ પુરી થઈ ગઈ છે |
| I can't get a signal | અહિયા સિગ્નલ મળતુ નથી |
| I've got a very weak signal | અહિયા ઘણુ નબળુ સિગ્નલ છે |
| I'll send you a text | હું તમને સંદેશો મોકલુ છુ |
| I'll text you later | હું તમને પછી સંદેશો મોકલુ છુ |
| could I borrow your phone, please? | મહેરબાની કરીને, હું તમારો ફોન વાપરી શકુ? |
| I'd like a phonecard, please | મહેરબાની કરીને, મને ફોનકાર્ડ આપશો |
જવાબી સંદેશા માટેનો નમૂનો
| Thank you for calling. | કૉલ કરવા બદલ આભાર |
| There's no-one here to take your call at the moment. | અત્યારે તમારો કૉલ ઉપાડવા માટે અહિયા કોઈ નથી |
| Please leave a message after the tone, and we'll get back to you as soon as possible. | ટોન પછી તમારો સંદેશો મુકો, અને અમે જેટલુ બને તેટલુ જલ્દી પાછો કૉલ કરીશુ |

