આ સાઇટ રશિયન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.

રશિયન ભાષા વિષે

રશિયન રશિયાની રાષ્ટ્રિય ભાષા છે અને લગભગ 150 મિલિયન લોકો માટે કે જેમાંના મોટાભાગના રશિયામાં રહે છે તેમને માટે પ્રથમ ભાષા છે.

તે સોવિયેત યુનિયનના ભૂતપૂર્વ સભ્ય દેશોમાં ખાસ કરીને લાતવિયા, એસ્ટોનિયા, અને લિથુઆનિયાના બાલ્ટિક રાજ્યોમાં રહેતી નોંધપાત્ર લઘુમતી માટે પ્રથમ ભાષા છે. તે ભૂતપૂર્વ સોવિયેત યુનિયન દેશોમાં, જ્યાં શાળાઓમાં તે બ્રેક અપ પહેલાં શીખવી ફરજિયાત હતી, લોકો દ્વારા બીજી ભાષા તરીકે બોલાય છે.

તે યુક્રેનિયન અને બેલારુશિયનની સાથે પૂર્વ સ્લાવિક જૂથમાં એક સ્લાવિક ભાષા છે. તે સિરિલિક મૂળાક્ષર સાથે, કે જે 33 અક્ષરો સમાવે છે, લખાય છે.

નિઝની નોવ્ગોરોડ, રશિયા
નિઝની નોવ્ગોરોડ, રશિયા

તો રશિયન કેમ શીખવુ જોઈએ?

વ્યાપાર
રશિયા મોટા ખનિજ અને ઊર્જા સ્રોતો અને ઝડપથી વિકાસતા બજાર અર્થતંત્ર સાથે મુખ્ય આર્થિક શક્તિ છે.

સાહિત્ય
તે ટોલ્સટોય, દોસ્તોવ્સ્કી, પુશ્કીન, અને ચેખોવ દ્વારા ઓગણીસમી સદીમાં ખીલેલું પ્રખ્યાત સાહિત્ય ધરાવે છે.

પ્રવાસ
તે ઘણા પૂર્વીય યુરોપીયન દેશોમાં પ્રથમ કે બીજી ભાષા તરીકે બોલાય છે અને જ્યાં મુલાકાત લીધેલા દેશની ભાષા ન બોલાતી હોય ત્યાં મદદરૂપ થઇ શકે છે.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો