આ સાઇટ સ્પૅનિશ શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.

સ્પૅનિશ ભાષા વિષે

સ્પેનીશ વિશ્વભરમાં આશરે 350 મિલિયન લોકો દ્વારા પ્રથમ ભાષા તરીકે, અન્ય 70 મિલિયન લોકો તેને બીજી ભાષા તરીકે બોલે છે તેની સાથે, બોલવામાં આવે છે.

તે સ્પેઇનની મુખ્ય ભાષા છે, અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના મોટા ભાગના દેશોમાં (બ્રાઝીલને બાદ કરતાં), ઉત્તર અમેરિકા અને સમગ્ર વિશ્વમાં કેટલાક અન્ય દેશોમાં પ્રથમ ભાષા તરીકે પણ બોલવામાં આવે છે.

અલ્હાબ્રા, ગ્રેનાડા, સ્પેઇન
અલ્હાબ્રા, ગ્રેનાડા, સ્પેઇન

તો સ્પૅનિશ કેમ શીખવુ જોઈએ?

પ્રવાસ
વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક તરીકે, સ્પેનીશનું જ્ઞાન દક્ષિણ અમેરિકા, ખાસ કરીને મુખ્ય શહેરોની બહારના યાત્રી માટે લગભગ આવશ્યક છે. સ્પેઇન પોતે પણ ઘણા રસ સ્થાનો ધરાવે છે જ્યાં ભાષાનું જ્ઞાન મુલાકાતને વધુ આનંદપ્રદ બનાવી દે છે.

સાહિત્ય
સ્પેઇનમાં વિશ્વનું સૌથી સમૃદ્ધ સાહિત્યમાંનું કેટલુંક સાહિત્ય છે જેને તેની સંપૂર્ણપણે પ્રશંસા કરવા માટે શ્રેષ્ઠ રીતે મૂળ લખાણમાં માણી શકાય છે. સ્પેનીશ સાહિત્યનો કહેવાતો "સુવર્ણયુગ" 17 મી સદી સર્વાન્ટીઝ, લોપે દ વેગા અને કાલ્ડેરોન જેવા લેખકો સાથે છે.

શીખવામાં સહેલું
સ્પેનીશ શીખવામાં પ્રમાણમાં સરળ છે. ઉચ્ચાર કેટલીક નિપુણતા માગી લે છે પરંતુ આ અર્થમાં નિયમિત છે કે એક વખત ચોક્કસ અવાજનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે શીખ્યા પછી તેને અન્ય શબ્દો સાથે સાતત્યપૂર્ણ રીતે લાગુ પાડી શકાય છે.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો